Posts

પિતાની નાનકડી એવી કરીયાણાની દુકાનને પુત્રએ થોડા જ સમયમાં મોટી આવકનું સાધન બનાવી દીધું.

Image
  આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ કે ઈમાનદારી અને સખત મહેનત કરીને લોકો આગળ વધતા હોય છે અને સફળતા મેળવતા હોય છે. તેવો જ બનાવ યુપીના સહારનપુરમાં રહેતા વૈભવ અગ્રવાલ સાથે થયો હતો. વૈભવના પિતા સંજય અગ્રવાલને સહારનપુરમાં એક નાની કરિયાણાની દુકાન હતી. વૈભવના પિતા કરિયાણા ની દુકાન ચલાવતા હતા. તેમની દુકાન ઘરમાં કામ આવતી બધી જ વસ્તુઓ વેચવામાં આવતી હતી. વૈભવનો અભ્યાસ શરૂ હતો તો પણ તે તેના પિતાના કામમાં મદદ કરતો હતો. ત્યારબાદ વૈભવને તેની કોલેજમાં પ્લેસમેન્ટ મળ્યું તો ત્યાર પછી તે મૈસુર ગયો અને તેને ત્યાં એક વર્ષ સુધી માર્કેટિંગમાં સંશોધન કરવાનું શરૂ કર્યું હતું અને તે સમય દરમિયાન તેને ત્યાં જોયું કે કોઈપણ વસ્તુઓના પેકિંગથી રંગ અને કદ બદલી શકાય છે. ત્યાં વૈભવને ઘણું બધું માર્કેટિંગ શીખવા મળ્યું હતું. વૈભવએ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો હતો અને વૈભવએ દિલ્હીની એક કોલેજમાંથી તેનું માસ્ટર્સ પૂરું કર્યું હતું અને ત્યારબાદ વૈભવ તેના પિતાની દુકાન સાંભળવા માટે ફરી ઘરે આવ્યો તે સમયે તેને માર્કેટિંગના બધા જ અનુભવો શીખી લીધા હતા. વૈભવે માર્કેટિંગના અનુભવોમાંથી તેની દુકાનમાં કંઇક અનોખું કરવાનું નક્કી કર્યું અને તેની

કોરોના કેપિટલ માં આજ રાતથી ૨૬ એપ્રિલ સુધી લોકડાઉન લગાવાયું, કેજરીવાલે કરી જાહેરાત

Image
  • આ દરમિયાન એ જ નિયમો કડક રીતે લાગુ કરવામાં આવશે જે કર્ફ્યું દરમિયાન લાગુ કરવામાં આવ્યા હતાં.  કોરોના વાયરસનાં વધતા જતા જોખમના લીધે દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે દિલ્હીમાં આજે રાત્રે ૧૦ વાગ્યા થી ૨૬ તારીખે સવારે ૬ વાગ્યા સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. નોંધનિય છે કે દિલ્હીમાં કોરોના સંકટને કારણે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ છે. દિલ્હી ની ઘણી મોટી હોસ્પિટલોમાં બેડ નથી, ઓક્સિજન પણ મળી શકતો નથી. આ જ કારણે દિલ્હીમાં હવે આ કડક નિર્ણય લેવો પડશે.

ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા મોકૂફ

Image
  સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લીધો છે. સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. તેમજ ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. ધો.-1 થી 9 અને ધો.-11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે, તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે. બાળકો સ્કૂલે જઈ પરીક્ષા આપી શકે એમ નથી ગિરીશ સોની નામના વાલીએ જણાવ્યું હતું કે ધોરણ 1થી 9માં વિદ્યાર્થીઓને માસ પ્રમ

જાણો લોકડાઉન થશે કે નહીં ? મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં શું નિર્ણય કરવામાં આવ્યો

Image
  રાજ્યના ૨૦ જિલ્લામાં રાત્રિ કરફ્યુ લાગુ કરવામાં આવશે. ૩૦ એપ્રિલ સુધી મોટાં કાર્યક્રમો પણ બંધ રાખવામાં આવશે. પહેલા ફકત ૪ જિલ્લામાં જ રાત્રિ કર્ફ્યૂ હતું જે હવે વધારીને ૨૦ જિલ્લા પુરતુ કરવામાં આવ્યું. લગ્ન પ્રસંગોમા પણ ફક્ત ૧૦૦ લોકોને જ મંજૂરી આપવામાં આવશે. રાત્રિ કર્ફ્યૂ ના સમયગાળામાં પણ વધારો કરીને ૮ થી ૬ સુધી કરવામાં આવ્યો. રાજકીય અને સામાજિક કાર્યક્રમો ૩૦ એપ્રિલ સુધી સ્થગિત. દિવસ કર્ફ્યૂ કે લોકડાઉનની હાલ કોઈ જાણ નથી કરવામાં આવી. હાલમાં લોકડાઉન અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, ભુજ, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં  રાત્રે ૮ થી સવારે 6 સુધી કર્ફ્યુ. Amazon.in Widgets

શિક્ષણ વિભાગે સ્કૂલ અને કોલેજ બંધ કરવા બાબતે કરી મોટી જાહેરાત

Image
હાલમાં કોરોના ની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આવનારા ૨૩ દિવસો સુધી સ્કૂલ અને કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. ૧૦ એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજમાં ફક્ત ઓનલાઇન જ શિક્ષણ આપવામાં આવશે. સ્કૂલ અને કોલેજોમાં લેવામાં આવનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. પરિક્ષાનો નવો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. અત્યારે જે પરિક્ષાઓ ચાલી રહી છે તે પણ મોકુફ રાખવામાં આવી છે. wireless earphone

ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક

Image
 રાજ્યમાં વકરતાં કોરોના સંક્રમણને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. સતત વણસી રહેલી સ્થિતિ અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, જેને પગલે રાજ્ય સરકારે પૂરતા પગલા લીધાં છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા લોકડાઉન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં લોકડાઉન લાગુ નહી થાય.રાત્રી કર્ફ્યૂના સમયમાં બદલાવ અને એએમટીએસ તથા બીઆરટીએસ બસો રાતોરાત બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ લોકોમાં ફફડાટ હતો કે કદાચ રાજ્યમાં ફરીથી લૉકડાઉન થઇ શકે છે. આ અંગે સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, રાજ્યમાં લૉકડાઉન નહીં થાય. સીએમ રૂાપાણીએ જણાવ્યું કે ગૃહ અને આરોગ્ય ખાતાને સ્પષ્ટ સૂચના આપી દીધી છે, કડકાઇ કરવામાં આવશે. શાળા કોલેજ સંદર્ભમાં આજે બેઠક મળશે - મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન - લોકડાઉન નહિ થાય: મુખ્યમંત્રી રૂપાણી - શાળા કોલેજ સંદર્ભમાં આજે બેઠક મળશે - હોળીના તહેવાર અંગે બાદમાં નિર્ણય લેવાશે છેલ્લાં

ખેડૂતોને મળશે હોળીની ભેટ, તહેવાર પહેલા જ આવી જશે PM-KISANનો 8મો હપ્તો, ચેક કરો લિસ્ટમાં તમારું નામ

Image
  કેન્દ્ર સરકારે ખેડૂતોની મદદ વધારવા માટે અનેક નવા પગલા લીધા છે. આ કડીમાં ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાને શરૂ કરવામાં આવી છે. આ યોજનાના આધારે ખેડૂતોને દર વર્ષે 3 ભાગમાં 6000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. તેમાં સીધા જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાને ત્રણ ભાગમાં આપવામાં આવી રહ્યા છે. આશા છે કે આ વખતે કેન્દ્ર સરકાર હોળીના તહેવાર પહેલા જ ખેડૂતોના ખાતામાં 8મા હપ્તાના 2000 રૂપિયા જમા કરાવી દેશે.  11.71 કરોડ ખેડૂતોને મળ્યો છે લાભ પીએમ કિસાન સન્માન નિધી યોજનાથી 12 માર્ચ 2021 સુધીમાં 11.71 કરોડ ખેડૂતો તેમાં જોડાઈને લાભ લઈ રહ્યા છે. મોદી સરકાર હોળીની આસપાસ ખેડૂતોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. કેન્દ્ર સરકાર એ ખેડૂતોના નામ લિસ્ટમાંથી હટાવી રહી છે જે આ ફાયદો લેવાના હકદાર નથી. આ યોજનાનું ફંડિંગ કેન્દ્ર સરકાર કરે છે. જો તમારા એકાઉન્ટમાં હજુ સુધી પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તો આવ્યો નથી તો તમે ઘરે બેઠા લિસ્ટ જોઈને તમારી સ્થિતિની જાણકારી લઈ શકો છો. આ માટે સૌથી પહેલાં પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ  https://pmkisan.gov.in/ પર જવાનું રહે છે.    આ રીતે જાણી શકો