પિતાની નાનકડી એવી કરીયાણાની દુકાનને પુત્રએ થોડા જ સમયમાં મોટી આવકનું સાધન બનાવી દીધું.


 

આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ કે ઈમાનદારી અને સખત મહેનત કરીને લોકો આગળ વધતા હોય છે અને સફળતા મેળવતા હોય છે. તેવો જ બનાવ યુપીના સહારનપુરમાં રહેતા વૈભવ અગ્રવાલ સાથે થયો હતો. વૈભવના પિતા સંજય અગ્રવાલને સહારનપુરમાં એક નાની કરિયાણાની દુકાન હતી. વૈભવના પિતા કરિયાણા ની દુકાન ચલાવતા હતા.

તેમની દુકાન ઘરમાં કામ આવતી બધી જ વસ્તુઓ વેચવામાં આવતી હતી. વૈભવનો અભ્યાસ શરૂ હતો તો પણ તે તેના પિતાના કામમાં મદદ કરતો હતો. ત્યારબાદ વૈભવને તેની કોલેજમાં પ્લેસમેન્ટ મળ્યું તો ત્યાર પછી તે મૈસુર ગયો અને તેને ત્યાં એક વર્ષ સુધી માર્કેટિંગમાં સંશોધન કરવાનું શરૂ કર્યું હતું અને તે સમય દરમિયાન તેને ત્યાં જોયું કે કોઈપણ વસ્તુઓના પેકિંગથી રંગ અને કદ બદલી શકાય છે.

ત્યાં વૈભવને ઘણું બધું માર્કેટિંગ શીખવા મળ્યું હતું. વૈભવએ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો હતો અને વૈભવએ દિલ્હીની એક કોલેજમાંથી તેનું માસ્ટર્સ પૂરું કર્યું હતું અને ત્યારબાદ વૈભવ તેના પિતાની દુકાન સાંભળવા માટે ફરી ઘરે આવ્યો તે સમયે તેને માર્કેટિંગના બધા જ અનુભવો શીખી લીધા હતા.

વૈભવે માર્કેટિંગના અનુભવોમાંથી તેની દુકાનમાં કંઇક અનોખું કરવાનું નક્કી કર્યું અને તેની દુકાનમાં જે મોંઘી વસ્તુઓ હતી તેને બદલે તે સસ્તી વસ્તુઓ લાવ્યો અને તેની દુકાન એટલી સરસ બનાવી દીધી કે બધા ગ્રાહકો આકર્ષિત થવા લાગ્યા હતા.

ત્યારબાદ વૈભવે તેની દુકાનનું નામ ધ કિરાના સ્ટોર કંપની રાખ્યું હતું અને તેની સફળતા જોઈને તેની સાથે લગભગ સો લોકો જોડાયા હતા અને તેની આવક પણ વધવા લાગી હતી. વૈભવે એક વર્ષમાં જ તેની દુકાનમાંથી આઠ ગણી વધુ કમાણી કરી હતી અને હાલમાં વૈભવ ખુબ સારી કમાણી કરતો હતો.

Comments

Popular posts from this blog

ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક

ખેડૂતોને મળશે હોળીની ભેટ, તહેવાર પહેલા જ આવી જશે PM-KISANનો 8મો હપ્તો, ચેક કરો લિસ્ટમાં તમારું નામ