ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક
રાજ્યમાં વકરતાં કોરોના સંક્રમણને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. સતત વણસી રહેલી સ્થિતિ અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, જેને પગલે રાજ્ય સરકારે પૂરતા પગલા લીધાં છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા
લોકડાઉન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં લોકડાઉન લાગુ નહી થાય.રાત્રી કર્ફ્યૂના સમયમાં બદલાવ અને એએમટીએસ તથા બીઆરટીએસ બસો રાતોરાત બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ લોકોમાં ફફડાટ હતો કે કદાચ રાજ્યમાં ફરીથી લૉકડાઉન થઇ શકે છે. આ અંગે સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, રાજ્યમાં લૉકડાઉન નહીં થાય. સીએમ રૂાપાણીએ જણાવ્યું કે ગૃહ અને આરોગ્ય ખાતાને સ્પષ્ટ સૂચના આપી દીધી છે, કડકાઇ કરવામાં આવશે.
શાળા કોલેજ સંદર્ભમાં આજે બેઠક મળશે
- મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન
- લોકડાઉન નહિ થાય: મુખ્યમંત્રી રૂપાણી
- શાળા કોલેજ સંદર્ભમાં આજે બેઠક મળશે
- હોળીના તહેવાર અંગે બાદમાં નિર્ણય લેવાશે
છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ ત્રણ કોરોના દર્દીના મોત થયા છે. ૧૧૨૨ નવાં કેસો સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં હવે નવાં કેસોની સામે ડિસ્ચાર્જનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. રસીકરણ અંગે તેમણે જણાવ્યું કે, દૈનિક 3 લાખ લોકોનું રસીકરણ થાય તેવી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. કોરોના દર્દીઓનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરાશે.સાથે જ તેમણે લોકોના સોશિયલ ડિસ્ટેંસ જાળવવાની અપીલ પણ કરી છે.
સુરતમાં ૩૪૫, અમદાવાદમાં ૨૭૧, વડોદરામાં ૧૧૪ અને રાજકોટમાં ૧૧૨ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ૨૪, ભરૃચમાં ૨૧, ભાવનગરમાં ૨૦, મહેસાણામાં ૧૯, જામનગરમાં ૧૯, ખેડામાં ૧૮, પંચમહાલમાં ૧૮, કચ્છમાં ૧૪, આણંદમાં ૧૩, દાહોદમાં ૧૨, જૂનાગઢમાં ૧૨, નર્મદામાં ૧૨ અને સાબરકાંઠામાં ૧૦ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૯ કે તેથી ઓછાં કેસ નોંધાયા છે.
Comments
Post a Comment