ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા મોકૂફ


 સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લીધો છે. સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. તેમજ ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.

ધો.-1 થી 9 અને ધો.-11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે, તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.


બાળકો સ્કૂલે જઈ પરીક્ષા આપી શકે એમ નથી


ગિરીશ સોની નામના વાલીએ જણાવ્યું હતું કે ધોરણ 1થી 9માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ. હાલ કેસ વધી રહ્યા છે, જેથી નાનાં બાળકો સ્કૂલે જઈને પરીક્ષા આપી શકે એમ નથી અને ઓનલાઇન પરીક્ષામાં ચોરી થવાની શક્યતાઓ છે, જેથી કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ના થાય એ માટે ધોરણ 1થી 9માં માસ પ્રમોશન આપવું જોઈએ અને ધોરણ 10 અને 12ની પરીક્ષા ફરજિયાત લેવી જોઈએ, જેના પર વિદ્યાર્થીઓનું ભવિષ્ય ટકેલું હોય છે, પરંતુ પરીક્ષા મે મહિનાની જગ્યાએ જૂનમાં યોજવી જોઈએ.


ધોરણ 1થી 9માં માસ પ્રમોશનની થઈ હતી માંગ


ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે CBSE બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ ગુજરાત બોર્ડે પરીક્ષા રદ કરવાની જરૂર નથી. જે પ્રમાણે CBSE બોર્ડ માટે નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે નિર્ણય લેવો, જેમાં 10 અને 12 ધોરણની પરીક્ષા મેની જગ્યાએ જૂનમાં યોજવી જોઈએ. ધોરણ 1થી 9માં માસ પ્રમોશન આપવું જોઈએ.


CBSEએ 10ની પરીક્ષા રદ કરી અને 12ની મોકૂફ રાખી છે


કોરોના કેસ વધતાં CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં શરૂ થઈ રહી છે, પરંતુ હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાના કેસ વધતાં પરીક્ષા અંગે હજુ કોઈ નિર્ણય ન લેવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર બન્યા છે, જેથી હવે વાલીઓએ જ પરીક્ષા રદ કરવા અથવા તો મોકૂફ રાખવા માગણી કરી છે.

Comments

Popular posts from this blog

પિતાની નાનકડી એવી કરીયાણાની દુકાનને પુત્રએ થોડા જ સમયમાં મોટી આવકનું સાધન બનાવી દીધું.

ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક

ખેડૂતોને મળશે હોળીની ભેટ, તહેવાર પહેલા જ આવી જશે PM-KISANનો 8મો હપ્તો, ચેક કરો લિસ્ટમાં તમારું નામ