Posts

શું બંધ થઈ જશે 100ની જૂની નોટો, જાણો RBIએ શું જવાબ આપ્યો

Image
  RBIના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બી મહેશના એક સ્ટેટમેન્ટ ફરીથી નોટબંધીની યાદ અપાવી દીધી છે. બી મહેશે કહ્યું છે કે રિઝર્વ બેંક 5,10 અને 100 રૂપિયાની જૂની નોટો પાછી લેવાની યોજના પર વિચાર કરી રહી છે. જો બધુ સારું રહ્યું તો માર્ચ અને એપ્રિલમાં તેની જાહેરાત કરવામાં આવશે. સમય સમય પર નકલી નોટોના ખતરાને ટાળવા માટે રિઝર્વ બેંક જૂની સીરિઝની નોટોને બંધ કરી દે છે. અધિકૃત જાહેરાત પછી બંધ કરવામાં આવેલી બધી જૂની નોટોને બેંકમાં જમા કરાવવી પડે છે. જમા કરાવેલા કુલ નોટોની કિંમત બેંક ખાતામાં જમા કરી દે છે અથવા નવી નોટ આપે છે. 2 વર્ષ પહેલા RBIએ નવી 100ની નોટ જાહેર કરી હતી. 100 રૂપિયાની નવી નોટ ડાર્ક લવન્ડર કલરની છે અને આ નોટ પર ઐતિહાસિક સ્થળ રાણની વાવનો ફોટો છાપવામાં આવ્યો છે. આ જગ્યાને રાની કી બાવડી પણ કહેવામાં આવે છે. રાણીની વાવ ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત છે. યુનેસ્કોએ 2014માં આ વાવને વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે જાહેર કરી છે. બી મહેશે કહ્યું છે કે નવી નોટ જાહેર કરવા છત્તા જૂના 100 રૂપિયાની નોટ પણ ચાલું રહેશે, તેને પણ લીગલ કરન્સી માનવામાં આવશે. 10 રૂપિયાના સિક્કા રિઝર્વ બેંક માટે માથાનો દુખાવો બની ચૂક્ય...

ધો.3થી 12ના વિદ્યાર્થીઓની વોટ્સએપ પર લેવાશે પરીક્ષા, સેવ કરી લો આ નંબર

Image
રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ધો.3થી 12ના વિદ્યાર્થીઓની Whatsapp બેઝ કસોટી લેવાશે. જેને ધ્યાને લીઈને રાજ્યના શિક્ષણ વિભાગે એક નંબર પમ જાહેર કર્યો છે. પ્રથમ તબક્કાની પરીક્ષા તા.23 જાન્યુઆરીના રોજ શરૂ થશે. જેમાં ધો.3થી 5ની પરીક્ષા લેવાશે. એ પછી દર અઠવાડિયે કસોટીનું આયોજન કરાશે. સેવ કરી લો આ નંબર દરેક વિદ્યાર્થીઓએ 8595524523 પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સાથે શાળાનો કોડ પણ લખીને મોકલવાનો રહેશે. આ પછી રીપ્લાયમાં સ્કૂલની વિગત આવશે. આ શાળાની વિગત સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાની વિગત આપવાની રહેશે. પછી કુલ 10 સવાલના જવાબ આપવાના રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગે Whatsappની મદદથી ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જોકે, હાલમાં પણ વિદ્યાર્થીઓ જે તે શાળા સાથે ઓનલાઈન જોડાઈને એજ્યુકેશન મેળવી રહ્યા છે. જ્યારે બોર્ડના વિદ્યાર્થીઓ તકેદારી સાથે શાળામાં જઈ રહ્યા છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે વિદ્યાર્થીઓએ આ નંબર પર Hello લખીને મેસેજ કરવાનો રહેશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને એક રીપ્લાય મળી રહેશે. પછી શાળાનો યુ ડાયસ કોડ લખવાનો રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની ખરાઈ માટે પણ...

"હીના ને iPhone જ જોશે" 14મિનિટનો આ વાર્તાલાપ દીકરી-દીકરાના માતા-પિતાને અને સમાજને ઘણું-ઘણું કહી જાય છે.

Image
  સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી એક 10 મિનિટની અને બીજી 4 મિનિટની ક્લિપ ધ્યાનપૂર્વક સાંભળી. 14મિનિટનો આ વાર્તાલાપ દીકરી-દીકરાના માતા-પિતાને અને સમાજને ઘણું-ઘણું કહી જાય છે. ઓડિયો સાંભળવા માટે આ લાઈન પર ક્લિક કરો જેની હજુ સગાઈ થઈ છે એવી એક છોકરીની મોટીબેન પ્રથમ 10 મિનિટ છોકરાના પપ્પા સાથે અને પછી 4 મિનિટ છોકરાની મમ્મી સાથે વાત કરે છે. ઘણા મિત્રોએ આ વાતચીતની ઓડિયો ક્લિપ સાંભળી જ હશે. વાતનો મૂળ મુદ્દો એ હતો કે સગાઈ બાદ છોકરાએ છોકરીને MIનો સ્માર્ટ ફોન ગિફ્ટમાં આપ્યો પણ છોકરીની  બહેન એવું કહે છે કે 'આ તો સાવ સામાન્ય કંપનીનો મોબાઈલ છે બીજી કોઈ સારી કંપનીનો ફોન આપવો જોઈએ. મારી બહેન તો આઈફોનનો વિચાર કરતી હતી પણ એને MIનો ફોન મળ્યો. જો એની ફ્રેન્ડ્સ એને પૂછે કે તને તારા ફિયાન્સે કયો ફોન આપ્યો ? તો છોકરી શુ જવાબ આપે ? એને બિચારીએ એની ફ્રેન્ડ્સ સામે નીચે જોવાનું થાય અને એની આબરૂ જાય'   સાલું આપણી આબરુનો અંદાજ મોબાઈલના આધારે નક્કી થશે ? જો એવું જ હોય તો તો ડો.કલામ, રતન ટાટા વગેરે જેવા મહાનુભાવો આબરૂ વગરના ગણવાના ને ? કારણકે એ તો સામાન્ય મોબાઈલનો ઉપયોગ કરતા અને કરે છે. આપણામાં...

1958 માં એક નાની ચકલીને લીધે ચીનમાં થઇ હતી ભયાનક તબાહી, કારણ છે ખુબ જ ચોંકાવનારું

Image
 આપણે સૌ જાણીએ છીએ કે આપણી ધરતી પર ઘણા એવા સજીવો છે કે જેમની પ્રજાતિ લુપ્ત થવાના આરે આવી ગઈ છે, એમાંથી એક છે ચકલી, જે એક સમયે આપણા આંગણામાં દાણા ચણતી જોવા મળતી હતી જે હવે ભાગ્યે જ જોવા મળે છે. એ વાતમાં પણ કોઈ બેમત નથી કે ચકલીની ઘટતી વસ્તી માટે જવાબદાર માનવજાત જ છે. આપણે જ જાતે ચકલીઓના માળાને પીંખી નાખ્યા છે ત્યારે હવે ચકલીઓ લુપ્ત થઇ જાય તો એમાં કઈ નવાઈ પણ નથી ને! ચકલીઓ પર માનવજાતે કરેલા જુલમની વાર્તા ચીનનું એક અભિયાન પણ જણાવે છે, જેમાં આજથી લગભગ 60-62 વર્ષ પહેલા ચીનના શાસકોએ ચકલીઓને શોધી-શોધીને મારી નાખી હતી. ચીનમાં ચાલ્યું હતું ચકલીઓને મારવાનું અભિયાન – 1958માં માઓ જેડોંગે Four Pests Campaign અભિયાન શરુ કર્યું હતું, જેમાં ચાર જીવો – મચ્છર, માખી, ઉંદર અને ચકલીને મારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિચારીને થોડું અજીબ લાગે કે એવો તો માનવજાતને ચકલીઓથી શું ભય હતો કે જેને કારણે મારી નાખવા માટે અભિયાન ચલાવવાની જરૂર આવી પડી. એવું માનવામાં આવે છે કે મચ્છરોએ મેલેરિયા ફેલાવ્યો, માખીઓએ હૈઝા અને ઉંદરોએ પ્લેગ ફેલાવ્યો, તો એ બધાનો સફાયો કરવો એ માનવહિતમાં છે, પણ ચક્લીઓનો દોષ શું હતો? માઓ જેડોંગે...

સાયકલ લઈને નોકરીએ જવા માટે નીકળેલા આ ભાઈ કારખાનામાં નોકરી કરતા કોઈ સામાન્ય કર્મચારી નથી પરંતુ મહિનાના 1,75,000(પોણા બે લાખ) જેટલો પગાર મેળવતા ભારત સરકારના કર્મચારી છે. આટલો ઊંચો પગાર છતાં આટલી સાદગી કેમ ?

Image
 સાયકલ લઈને નોકરીએ જવા માટે નીકળેલા આ ભાઈ કારખાનામાં નોકરી કરતા કોઈ સામાન્ય કર્મચારી નથી પરંતુ મહિનાના 1,75,000(પોણા બે લાખ) જેટલો પગાર મેળવતા ભારત સરકારના કર્મચારી છે. આટલો ઊંચો પગાર છતાં આટલી સાદગી કેમ ? અમૃતભાઈ પટેલ માંડલ તાલુકાના નાના ઉભરા ગામના વતની છે. એમના પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અમૃતભાઈ ભણવામાં હોશિયાર હતા. આગળના અભ્યાસ માટે વલ્લભ વિદ્યાનગર જવું હતું પણ મોટી મૂંઝવણ એ હતી કે રહેવા-જમવા અને ભણવાના ખર્ચની વ્યવસ્થા કેમ કરવી ? પિતાની મજૂરીની આવકમાંથી ખર્ચો નીકળી શકે તેમ ન હતો. આવા સમયે ગામના લોકો અમૃતભાઈની મદદે આવ્યા. ગામના અમુક લોકોએ સાથે મળીને એના અભ્યાસનો ખર્ચ ઉપાડી લીધો. બસ તે જ દિવસથી અમૃતભાઈએ સંકલ્પ કર્યો કે હું લોકોની મદદથી આગળ અભ્યાસ કરવાનું મારું સપનું પૂરું કરી શક્યો તો હવે જ્યારે હું કમાતો થાવ ત્યારે મારે આગળ અભ્યાસ કરવાના અન્ય વિદ્યાર્થીઓના સપનાઓ પુરા કરવા છે. અમૃતભાઈને 1987માં પશ્ચિમ રેલવેમાં નોકરી મળી. આજે તેઓ રેલવેમાં પાઇલોટ છે. છેલ્લા 33 વર્ષથી પોતાના પગારની મોટાભાગની આવક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપી દે છે. વધુ વિદ્ય...

1947 પહેલા આવું દેખાતું હતું આપણું ભારત, દુર્લભ ફોટા જે તે સમયની યાદોને જીવંત કરે છે- ક્લિક કરીને જુઓ

Image
 ભારત દેશ આખા વિશ્વમાં પોતાની ભવ્યતા માટે જાણીતો છે. આપણા દેશની આ ખાસિયત આજથી નહિ પરંતુ શરૂઆતથી જ રહી છે. જેની ઝલક દર્શાવે છે આ તસવીરો જે 20મી સદીના પહેલા દશકમાં લેવામાં આવી હતી, જયારે ભારત દેશમાં અંગ્રેજોનું રાજ હતું. 1. ગાંધીજી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ એક જ મંચ પર સાથે – 2. અન્ના હજારે જે સમયે આર્મીમાં હતા – 3. ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ અને તેમના સાથીઓને ફાંસીની સજા ફરમાવ્યાનું પોસ્ટર, 1930 4. બ્રિટિશ રાજ વિરુદ્ધ પ્રદર્શન કરતા સત્યાગ્રહીઓ – 5. 1 રૂપિયા માટે આવી નોટ વપરાતી હતી –  6. આઝાદી પહેલાના સમયમાં 10 રૂપિયાની નોટ – 7. 1 રૂપિયાનો સિક્કો – 8. 11 ડિસેમ્બર 1946ના રોજ ભરાયેલી પહેલી ભારતીય વિધાનસભા –  9. ટ્રેનથી ઉતારતા મહાત્મા ગાંધી – 10. વારાણસીમાં ગંગા કિનારે બેસેલા કેટલાક સાધુ  – 11.માઉંટઆબૂમાં પોતાની બકરીઓને ચરાવતા ભરવાડો –  12. મહાપાલિકા રોડ મુંબઈ   –      

ઠંડી થી ધ્રુજી રહ્યો હતો ભિખારી, DSP એ ગાડી રોકીને જોયું તો નીકળ્યો…

Image
 ઘણી વાર એવું બને છે કે સામેની વ્યક્તિ ભિખારીની જેમ દેખાય છે પણ વાસ્તવિકતા કંઈક બીજું છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં રસ્તા પર એક ભિક્ષુકની પાસે પહોંચતાં ડીએસપી સ્તબ્ધ થઈ ગયા હતા. તે ભિખારી તેની પોતાની બેચના અધિકારી બન્યો.  હકીકતમાં, ગ્વાલિયરની પેટા-ચૂંટણીઓની મતગણતરી પછી ડીએસપી રત્નેશસિંહ તોમર અને વિજયસિંહ ભાદોરિયા ઝાંસી રોડથી રવાના થયા હતા. બગીચાના પેવમેન્ટ પરથી બંને બંધન પસાર થતાં તેઓએ એક આધેડ ભિખારીને ઠંડીમાં ઠંડક આપતા જોયા. તેને જોઈને અધિકારીઓ કાર રોકી અને તેની સાથે વાત કરવા પહોંચી ગયા. આ પછી, બંને અધિકારીઓએ તેમને મદદ કરી. રત્નેશે પોતાનાં પગરખાં આપ્યાં હતાં અને ડીએસપી વિજયસિંહ ભદૌરીયાએ પોતાનું જેકેટ આપ્યું હતું. આ પછી, જ્યારે બંનેએ વાતચીત શરૂ કરી ત્યારે તેઓ ચોંકી ગયા. તે ડીએસપી ભિખારીઓની બેચના અધિકારી બન્યા. એક ભિખારી તરીકે, તે છેલ્લા 10 વર્ષથી ત્યજી દેવાયેલી પરિસ્થિતિમાં ભટકતો હતો. તે પોલીસ અધિકારી રહી ચૂક્યો છે. તેનું નામ મનીષ મિશ્રા છે. એટલું જ નહીં, 1999 બેચના પોલીસ અધિકારી એક ખાતરીપૂર્વક શૂટર હતા. મળતી માહિતી મુજબ મનીષ મિશ્રાને સાંસદના ...