ધો.3થી 12ના વિદ્યાર્થીઓની વોટ્સએપ પર લેવાશે પરીક્ષા, સેવ કરી લો આ નંબર


રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ધો.3થી 12ના વિદ્યાર્થીઓની Whatsapp બેઝ કસોટી લેવાશે. જેને ધ્યાને લીઈને રાજ્યના શિક્ષણ વિભાગે એક નંબર પમ જાહેર કર્યો છે. પ્રથમ તબક્કાની પરીક્ષા તા.23 જાન્યુઆરીના રોજ શરૂ થશે. જેમાં ધો.3થી 5ની પરીક્ષા લેવાશે. એ પછી દર અઠવાડિયે કસોટીનું આયોજન કરાશે.

સેવ કરી લો આ નંબર

દરેક વિદ્યાર્થીઓએ 8595524523 પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સાથે શાળાનો કોડ પણ લખીને મોકલવાનો રહેશે. આ પછી રીપ્લાયમાં સ્કૂલની વિગત આવશે. આ શાળાની વિગત સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાની વિગત આપવાની રહેશે. પછી કુલ 10 સવાલના જવાબ આપવાના રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગે Whatsappની મદદથી ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જોકે, હાલમાં પણ વિદ્યાર્થીઓ જે તે શાળા સાથે ઓનલાઈન જોડાઈને એજ્યુકેશન મેળવી રહ્યા છે. જ્યારે બોર્ડના વિદ્યાર્થીઓ તકેદારી સાથે શાળામાં જઈ રહ્યા છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે વિદ્યાર્થીઓએ આ નંબર પર Hello લખીને મેસેજ કરવાનો રહેશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને એક રીપ્લાય મળી રહેશે. પછી શાળાનો યુ ડાયસ કોડ લખવાનો રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની ખરાઈ માટે પણ એક સિસ્ટમ તૈયાર કરી છે. આ માટે રાજ્યના શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પણ કરી લીધી છે.

Whatsappના પ્લેટફોર્મ પરથી કસોટીનો ફાયદો એ છે કે, વિદ્યાર્થીને ઝડપથી એનું પરિણામ મળી રહેશે. એક કરતા વધુ વિદ્યાર્થીઓ પણ એક સાથે નોંધણી કરાવી શકશે. આ સમગ્ર સિસ્ટમ એક મલ્ટિ યુઝર લેવલ પર કામ કરશે. આ પરીક્ષામાં કુલ 10 પ્રશ્નો પૂછાશે. એક સ્ક્રિન પર એક જ પ્રશ્ન રહેશે. આ સાથે ચાર વિકલ્પ પણ આપવામાં આવશે. તા. 23 જાન્યુઆરી પછી દર સપ્તાહે આ રીતે એક ટેસ્ટનું આયોજન કરાયું છે. ગુજરાત રાજ્યમાં તા.11 જાન્યુઆરીથી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

ખેડૂતોને મળશે હોળીની ભેટ, તહેવાર પહેલા જ આવી જશે PM-KISANનો 8મો હપ્તો, ચેક કરો લિસ્ટમાં તમારું નામ

પિતાની નાનકડી એવી કરીયાણાની દુકાનને પુત્રએ થોડા જ સમયમાં મોટી આવકનું સાધન બનાવી દીધું.

જાણો લોકડાઉન થશે કે નહીં ? મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં શું નિર્ણય કરવામાં આવ્યો