શું બંધ થઈ જશે 100ની જૂની નોટો, જાણો RBIએ શું જવાબ આપ્યો


 RBIના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બી મહેશના એક સ્ટેટમેન્ટ ફરીથી નોટબંધીની યાદ અપાવી દીધી છે. બી મહેશે કહ્યું છે કે રિઝર્વ બેંક 5,10 અને 100 રૂપિયાની જૂની નોટો પાછી લેવાની યોજના પર વિચાર કરી રહી છે. જો બધુ સારું રહ્યું તો માર્ચ અને એપ્રિલમાં તેની જાહેરાત કરવામાં આવશે. સમય સમય પર નકલી નોટોના ખતરાને ટાળવા માટે રિઝર્વ બેંક જૂની સીરિઝની નોટોને બંધ કરી દે છે. અધિકૃત જાહેરાત પછી બંધ કરવામાં આવેલી બધી જૂની નોટોને બેંકમાં જમા કરાવવી પડે છે.

જમા કરાવેલા કુલ નોટોની કિંમત બેંક ખાતામાં જમા કરી દે છે અથવા નવી નોટ આપે છે. 2 વર્ષ પહેલા RBIએ નવી 100ની નોટ જાહેર કરી હતી. 100 રૂપિયાની નવી નોટ ડાર્ક લવન્ડર કલરની છે અને આ નોટ પર ઐતિહાસિક સ્થળ રાણની વાવનો ફોટો છાપવામાં આવ્યો છે. આ જગ્યાને રાની કી બાવડી પણ કહેવામાં આવે છે. રાણીની વાવ ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત છે. યુનેસ્કોએ 2014માં આ વાવને વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે જાહેર કરી છે.



બી મહેશે કહ્યું છે કે નવી નોટ જાહેર કરવા છત્તા જૂના 100 રૂપિયાની નોટ પણ ચાલું રહેશે, તેને પણ લીગલ કરન્સી માનવામાં આવશે. 10 રૂપિયાના સિક્કા રિઝર્વ બેંક માટે માથાનો દુખાવો બની ચૂક્યા છે. 10 રૂપિયાનો સિક્કો આજથી 15 વર્ષ પહેલા લાવવામાં આવ્યો હતો, પરંતુ દુકાનદાર અને ધંધાર્થીઓ આજે પણ તેને લેવાથી ઈનકાર કરી રહ્યા છે. તેની લીગલીકરણને લઈને અફવાઓ ફેલાવવામાં આવે છે, જેને લીધે રિઝર્વ બેંક પાસે 10 રૂપિયાના સિક્કાઓનો પહાડ ઊભો થઈ ગયો છે.



આ અંગે RBIના આસિસસ્ટન્ટ જનરલ મેનેજર બી મહેશે કહ્યું છે કે બધી બેંકોને 10 રૂપિયાના સિક્કા અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવી જોઈએ કે આ સિક્કાને બંધ કરવાની કોઈ યોજના નથી અને ન તો કોઈ નકલી સિક્કાનો ખતરો છે. 10 રૂપિયાની કિંમતનો સિક્કો પહેલેથી જ માર્કેટમાં ચાલતો તેના માટે બેંકે દરેક સંભવ કોશિશ કરવી જોઈએ. આ સિવાય બેંકનું કહેવું છે કે લોકોને નોટબંધી વખતે જે પરેશાની થઈ હતી આથી આ વખતે RBI નિશ્ચિત કરશે કે જેટલી પણ જૂની નોટો સર્ક્યુલેશનમાં છે તેટલી જ નવી નોટો માર્કેટમાં આવશે. જેનાથી લોકોને પરેશાની ન થાય અને અચાનક તેને બંધ કરવામાં આવશે નહીં.

Comments

Popular posts from this blog

પિતાની નાનકડી એવી કરીયાણાની દુકાનને પુત્રએ થોડા જ સમયમાં મોટી આવકનું સાધન બનાવી દીધું.

ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક

ખેડૂતોને મળશે હોળીની ભેટ, તહેવાર પહેલા જ આવી જશે PM-KISANનો 8મો હપ્તો, ચેક કરો લિસ્ટમાં તમારું નામ