5 મહિનાની બાળકીને 22 કરોડનું ઇન્જેક્શન લાગશે; લોકોએ 16 કરોડ ભેગા કર્યા, PM મોદીએ પણ કરી મદદ


 પાંચ મહિનાની તીરાને જીવતા રહેવાની આશા હવે વધી ગઇ છે, તેણે SMA Type 1 બીમારી છે, જેની સારવાર અમેરિકાથી આવતા Zolgensma ઇન્જેક્શનથી જ થઇ શકે છે. આ આશરે 16 કરોડ રૂપિયાનું છે. જેની પર 6 કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચુકવવુ પડે છે, ત્યારે તેની કિંમત 22 કરોડ રૂપિયા થઇ જાય છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ર પર PM નરેન્દ્ર મોદીએ ટેક્સ માફ કરી દીધો છે. ઇન્જેક્શન ના લાગવા પર બાળકી 13 મહિના જ જીવીત રહી શકતી હતી. 


તીરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઇની SRCC ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, તેના એક ફેફ્સાએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું, તે બાદ તેણે વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

ક્રાઉડ ફંડિગથી જમા કર્યા 16 કરોડ રૂપિયા

ઇન્જેક્શન એટલુ મોંઘુ હતું કે સામાન્ય માણસ માટે તેને ખરીદવુ મુશ્કેલ છે.તીરાના પરિવાર માટે પણ આ મુશ્કેલી આવી હતી, તેના પિતા મિહિર IT કંપનીમાં નોકરી કરે છે, માતા પ્રિયંકા ફ્રીલાન્સ ઇલેસ્ટ્રેટર છે. એવામાં તેણે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યુ અને તેની પર ક્રાઉડ ફંડિગ શરૂ કરી દીધી હતી. અહી સારો રિસપોન્સ મળ્યો અને અત્યાર સુધી આશરે 16 કરોડ રૂપિયા ભેગા થઇ ચુક્યા છે. હવે આશા છે કે જલ્દી ઇન્જેક્શન ખરીદવામાં આવે

શું છે SMA બીમારી?

સ્પાઇનલ મસ્ક્યૂલર અટ્રૉફી (SMA) બીમારી થાય તો શરીરમાં પ્રોટીન બનાવનારા જીન નથી હોતા, જેનાથી માંસપેશિઓ અને તંત્રિકાઓ (Nerves) ખતમ થવા લાગે છે. મગજની માંસપેશીઓની એક્ટિવિટી પણ ઓછી થવા લાગે છે. મસ્તિષ્કથી તમામ માંસપેશિઓ સંચાલિત થાય છે, માટે શ્વાસ લેવા અને ભોજન ચબાવવા સુધી તકલીફ થવા લાગે છે. SMA કેટલીક રીતની હોય છે પરંતુ તેમાં Type 1 સૌથી ગંભીર છે.

દૂધ પીવા પર પણ દમ ઘુંટતો હતો

 મિહિર જણાવે છે કે તીરાનો જન્મ હૉસ્પિટલમાં જ થયો હતો. તે ઘરે આવી તો બધુ નોર્મલ હતું પરંતુ જલ્દી સ્થિતિ બદલાવા લાગી હતી. માતાનું દૂધ પીતા સમયે તીરાનો શ્વાસ ઘુંટવા લાગતો હતો. શરીરમાં પાણીની કમી થવા લાગતી હતી. એક વખત તો કેટલીક સેકન્ડ માટે તેનો શ્વાસ રોકાઇ ગયો હતો. પોલિયોની રસી પીવડાવતા દરમિયાન પણ તેનો શ્વાસ રોકાઇ જતો હતો. ડૉક્ટરોની સલાહ પર બાળકીને ન્યૂરોલોજિસ્ટને બતાવવામાં આવ્યો ત્યારે તેની બીમારીની ખબર પડી હતી.  Teera

Comments

Popular posts from this blog

પિતાની નાનકડી એવી કરીયાણાની દુકાનને પુત્રએ થોડા જ સમયમાં મોટી આવકનું સાધન બનાવી દીધું.

ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક

ખેડૂતોને મળશે હોળીની ભેટ, તહેવાર પહેલા જ આવી જશે PM-KISANનો 8મો હપ્તો, ચેક કરો લિસ્ટમાં તમારું નામ