ધૈર્યરાજને બચાવવા માટે મેદાને આવ્યા રાજદીપસિંહ રીબડા, જાણો શું અપીલ કરી
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં રહેતા ત્રણ મહિનાના બાળક ધૈર્યરાજની સારવાર કરવા માટે તેને 16 કરોડ રૂપિયાની જરૂર છે. ધૈર્યરાજના પિતા મધ્યમવર્ગમાંથી આવતા હોવાથી તેઓ દીકરાની સારવારનો ખર્ચ ઉઠાવી શકે નથી. તેથી તેના માતા-પિતાએ લોકોની પાસેથી ધૈર્યરાજની મદદ માટેની અપીલ કરી હતી. તેથી હવે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ધૈર્યરાજ માટે દાન આપી રહ્યા છે અને બાળકની સારવાર માટે અત્યાર સુધીમાં 4.5 કરોડ રૂપિયાની રકમ એકઠી થઇ ગઈ છે. ત્યારે હવે પૂર્વ ધારસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર રાજદીપસિંહ રીબડા પણ લોકોને આ ધૈર્યરાજને બચાવવાની અને યથાશક્તિ દાન આપવાની અપીલ કરી રહ્યા છે.
રાજદીપ રીબડાએ જણાવ્યું હતું કે, જય માતાજી, જય શ્રી રામ હું રાજદીપસિંહ રીબડા. હું આપ સૌનો એક વાત કહેવા આવ્યો છું. આજ દિન સુધી મેં કોઈ સમાજનો કે, પણ પ્રાઈવેટ વ્યક્તિનો એક પણ વીડિયો બનાવ્યો નથી. પણ આજે એક બાળકની જીંદગીનો સવાલ છે એટલે હું મારે આ કરવું પડે પડે છે. તમે છેલ્લા 15 દિવસથી જોયું હશે કે, સોશિયલ મીડિયામાં એક દીકરાનો વીડિયો વાયરલ થયો છે. જેને સારવાર માટે 16 કરોડની જરૂર છે અને સરકારે સારવારના ખર્ચમાંથી 6 કરોડ રૂપિયા GST માફ કર્યું છે. બાળકને 22 કરોડનું પેમેન્ટ હતું. બાળકની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્કેશનની જરૂર છે અને આ ઇન્જેક્શન ઇન્ડિયા પાસે નથી એટલે બહારથી મંગાવવું પડે છે. છેલ્લા ઘણા છથી સાત દિવસથી આ ન્યૂઝ મારા ધ્યાને આવી હતી પણ પહેલા હું તેને ફેક માનતો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું તમને સૌને અપીલ કરવા માટે આવ્યો છું કે, આ સમાચાર ફેક નથી. મહીસાગર જિલ્લાના રાજદીપસિંહ નામના વ્યક્તિ છે. તેમનો દીકરા માટે થઇને અપને મદદ કરવાની છે. છેલ્લા 10 દિવસથી લોકોએ કેમ્પેન શરૂ કર્યું છે. હું પહેલા દરેક સમાજ અને 18 વરણનો આભારી છું. હું અહીંથી આભાર કરું છું કે, 1.50 લાખ લોકો 1 હજાર રૂપિયાનું દાન કરશે તો પણ 16 કરોડ રૂપિયા પુરા થઇ જશે. આ વીડિયો જોનારા દરેકને હું કહું છું કે, તમે 100 રૂપિયાથી લઇને 1,000 રૂપિયા સુધીમાં ગેમે તેટલા રૂપિયા દાન કરો. બાકીના પૈસા હું મારી રીતે દાન કરું છું. જો 16 કરોડ રૂપિયા પુરા થઇ જશે અને પછી તમે દાન કરશો તો તમારા પૈસા તમને પરત મળી જશે. આ બધી તપાસ મેં કરી લીધી છે. આ દીકરાને એક માનવતાની દૃષ્ટિએ બચાવવો જોઈએ. સૌ આ દીકરાની જીંદગીની બચાવવા માટે યથાશક્તિ મદદ કરશો.
Comments
Post a Comment