અમદાવાદમાં કોરોના મહામારીના કેસનો આંકડો સતત વધતા મહારાષ્ટ્ર જેવી સ્થિતિ થવાના એંધાણ

 


અમદાવાદ શહેરમાં કોરોના મહામારી એ ફરી રફતાર પકડી લીધી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં હવે આ ચીની બિમારીના કેસ સતત વધી રહ્યા છે. માટે હવે અમદાવાદની પ્રજાએ સાવચેતી રાખવી જરૂરી બની ગઇ છે. કોરોના સામે જીતવા તકેદારીના ભાગ રૂપે તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરી રાખવું જરૂરી છે. નહી તો જો સાવચેતી ન રાખી તો મહારાષ્ટ્ર વાળી થતા કોઇ રોકી શક્શે નહીં. હાલમાં મહારાષ્ટ્રના ગણા વિસ્તારોમાં રાત્રિ કરફ્યૂ ની લાદી દેવાયું છે ત્યાં જ કેટલાક વિસ્તારમાં તો લોકડાઉન (Lockdown) પણ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં કોરોના કેસના આંકડા ફરીથી વધતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં 300 બેડ વધારાયા છે. કોરોનાના કેસો વધતા હવે ટોટલ 500 બેડ સિવિલ હોસ્પિટલ કાર્યરત કરાયા છે. કેસ વધતા સાવચેતીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં બેડ વધારવાની ફરજ પડી છે. તબીબો અનુસાર ચૂંટણી અને લગ્ન મેળાવડાના કારણે કોરોના કેસ વધ્યા છે. જો ફરી કેસો વધશે તો 1200 બેડ હોસ્પિટલ કોવિડ કેર તરીકે લેવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કોરોના કેસ વધતા 1200 બેડમાં 500 બેડ ફરીથી કાર્યરત કરાયા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ટ જે.વી. મોદીએ જણાવ્યું છે.

અમદાવાદમાં કોરોનાએ ચિંતાવધારી


શહેરમાં કોરોનાનું સંક્રમણમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. ડિસેમ્બર બાદ ઘટેલો આંકડો ફરી એકવાર ચિંતાજનક રીતે વધ્યો છે. જેથી હાલ એવું કહી શકાય કે તમારી એક ભૂલ તમને હોસ્પિટલ મોકલી શકે છે. દરરોજ 20થી 30 કેસો સિવિલમાં આવવા લાગ્યા છે. કોરોનાનો વધતો આંક ડોકટરો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. દરેક મેળાવડાઓ લોકો માટે હાનિકારક બની રહ્યા છે. એક્ટિવ વેક્સીન લોકોને આપવામાં રહી છે. પરંતુ સામે કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. જો કોરોના વાયરસના કેસ આમને આમ વધતા રહેશે તો ફરી લોકડાઉનની ચિંતા લોકોની સતાવી રહી છે. શહેરમાં ફરીવાર માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે.

કેન્દ્રની ટીમ એક્ટિવ થઈ


કેન્દ્ર સરકારે હાઈ લેવલ મલ્ટી ડિસીપ્લીનરી ટીમને મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીરમાં મોકલશે. આ ટીમ કેન્દ્ર શાસિત પ્રદેશોના તંત્ર સાથે મળીને કામ કરશે અને Covid_19ના વધતા કેસો વિશે કારણ જાણશે. કોરોના વાયરસની ચેન ફરી એકવાર તોડવા માટે કેન્દ્ર સરકારે મોકલેલી ટીમ અને રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓની સાથે મળીને કામ કરશે. કોરોનાના વધતા સંક્રમણને કાબૂમાં લેવા માટે ફરી એકવાર મરણિયો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સેક્રેટરીએ અનેક રાજ્યોને પત્ર લખ્યો છે અને RT-PCR ટેસ્ટિંગ વધારવા પર જોર આપવા જણાવ્યું છે.


મહત્વનું છે કે, માત્ર 7 દિવસમાં ગુજરાતમાં કોરોનાના દૈનિક નોધાતા કેસમાં સીધો 52 ટકાનો ઉછાળો આવ્યો છે. અત્યાર સુધી 2,62,172 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. રાજ્યમાં સાજા તવાનો દર 97.62 ટકાએ પહોંચ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં કુલ 1991 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી નાજુક સ્થિતિના કારણે 35 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે, જેમાં 1956ની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધી 4408 લોકો કોરોના સામે હારી ગયા છે.



Comments

Popular posts from this blog

ખેડૂતોને મળશે હોળીની ભેટ, તહેવાર પહેલા જ આવી જશે PM-KISANનો 8મો હપ્તો, ચેક કરો લિસ્ટમાં તમારું નામ

પિતાની નાનકડી એવી કરીયાણાની દુકાનને પુત્રએ થોડા જ સમયમાં મોટી આવકનું સાધન બનાવી દીધું.

જાણો લોકડાઉન થશે કે નહીં ? મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં શું નિર્ણય કરવામાં આવ્યો