IT રિટર્ન ફાઈલ કરતા ખેડૂતોને PM-કિસાન યોજનાનો લાભ નહિ મળે,ખાતામાં નહિ આવે 2000 રૂપિયા
શરૂઆતમાં આ યોજનામાં ફક્ત નાના અને સીમાંત ખેડૂત પરિવારો જેવા કે જેમની પાસે ફક્ત બે હેક્ટર જમીન ધરાવે છે, તેઓને આ યોજના આવરી લાવવામાં આવી હતી. હવે આ નિયમમાં સુધારો કરીને આ યોજના તમામ ખેડુતો માટે લાગુ કરવામાં આવી છે. જોકે, કેટલાક ખેડૂતોને આ યોજનામાં શામેલ કરવામાં આવ્યા નથી. હાલમાં દેશના 14.5 કરોડ ખેડૂત આ યોજના હેઠળ લાભ લઇ રહ્યા છે.
કેન્દ્ર સરકાર PM-KISAN યોજના હેઠળ ખેડુતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 6000 રૂપિયાની રકમ પ્રત્યેક 2000 રૂપિયાના ત્રણ હપ્તા દ્વારા લાભાર્થીઓના બેંક ખાતાઓમાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.
આ ખેડૂતોનો આ યોજનાનો લાભ નહિ મળે : PM-કિસાનમાંથી બાકાત રાખવામાં આવેલા લોકોમાં સંસ્થાકીય જમીન ધરાવતા , બંધારણીય હોદ્દાઓ ધરાવતા ખેડૂત પરિવારો, રાજ્ય અથવા કેન્દ્ર સરકારમાં સેવા આપતા અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલા ખેડૂતોને લાભ નહિ મળે . વધારામાં ડોક્ટરો, ઇજનેરો અને વકીલો તેમજ નિવૃત્ત પેન્શનરો જેવા કે 10,000 રૂપિયાથી વધુની માસિક પેન્શનર અને છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ભરનારા (IT RETURN FILE)પાત્રતા ધરાવતા નથી.
Comments
Post a Comment