Posts

Showing posts from April, 2021

કોરોના કેપિટલ માં આજ રાતથી ૨૬ એપ્રિલ સુધી લોકડાઉન લગાવાયું, કેજરીવાલે કરી જાહેરાત

Image
  • આ દરમિયાન એ જ નિયમો કડક રીતે લાગુ કરવામાં આવશે જે કર્ફ્યું દરમિયાન લાગુ કરવામાં આવ્યા હતાં.  કોરોના વાયરસનાં વધતા જતા જોખમના લીધે દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે દિલ્હીમાં આજે રાત્રે ૧૦ વાગ્યા થી ૨૬ તારીખે સવારે ૬ વાગ્યા સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. નોંધનિય છે કે દિલ્હીમાં કોરોના સંકટને કારણે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ છે. દિલ્હી ની ઘણી મોટી હોસ્પિટલોમાં બેડ નથી, ઓક્સિજન પણ મળી શકતો નથી. આ જ કારણે દિલ્હીમાં હવે આ કડક નિર્ણય લેવો પડશે.

ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા મોકૂફ

Image
  સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લીધો છે. સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. તેમજ ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. ધો.-1 થી 9 અને ધો.-11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે, તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે. બાળકો સ્કૂલે જઈ પરીક્ષા આપી શકે એમ નથી ગિરીશ સોની નામના વાલીએ જણાવ્યું હતું કે ધોરણ 1થી 9માં વિદ્યાર્થીઓને માસ પ્રમ

જાણો લોકડાઉન થશે કે નહીં ? મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં શું નિર્ણય કરવામાં આવ્યો

Image
  રાજ્યના ૨૦ જિલ્લામાં રાત્રિ કરફ્યુ લાગુ કરવામાં આવશે. ૩૦ એપ્રિલ સુધી મોટાં કાર્યક્રમો પણ બંધ રાખવામાં આવશે. પહેલા ફકત ૪ જિલ્લામાં જ રાત્રિ કર્ફ્યૂ હતું જે હવે વધારીને ૨૦ જિલ્લા પુરતુ કરવામાં આવ્યું. લગ્ન પ્રસંગોમા પણ ફક્ત ૧૦૦ લોકોને જ મંજૂરી આપવામાં આવશે. રાત્રિ કર્ફ્યૂ ના સમયગાળામાં પણ વધારો કરીને ૮ થી ૬ સુધી કરવામાં આવ્યો. રાજકીય અને સામાજિક કાર્યક્રમો ૩૦ એપ્રિલ સુધી સ્થગિત. દિવસ કર્ફ્યૂ કે લોકડાઉનની હાલ કોઈ જાણ નથી કરવામાં આવી. હાલમાં લોકડાઉન અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, ભુજ, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં  રાત્રે ૮ થી સવારે 6 સુધી કર્ફ્યુ. Amazon.in Widgets