શું બંધ થઈ જશે 100ની જૂની નોટો, જાણો RBIએ શું જવાબ આપ્યો
RBIના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બી મહેશના એક સ્ટેટમેન્ટ ફરીથી નોટબંધીની યાદ અપાવી દીધી છે. બી મહેશે કહ્યું છે કે રિઝર્વ બેંક 5,10 અને 100 રૂપિયાની જૂની નોટો પાછી લેવાની યોજના પર વિચાર કરી રહી છે. જો બધુ સારું રહ્યું તો માર્ચ અને એપ્રિલમાં તેની જાહેરાત કરવામાં આવશે. સમય સમય પર નકલી નોટોના ખતરાને ટાળવા માટે રિઝર્વ બેંક જૂની સીરિઝની નોટોને બંધ કરી દે છે. અધિકૃત જાહેરાત પછી બંધ કરવામાં આવેલી બધી જૂની નોટોને બેંકમાં જમા કરાવવી પડે છે. જમા કરાવેલા કુલ નોટોની કિંમત બેંક ખાતામાં જમા કરી દે છે અથવા નવી નોટ આપે છે. 2 વર્ષ પહેલા RBIએ નવી 100ની નોટ જાહેર કરી હતી. 100 રૂપિયાની નવી નોટ ડાર્ક લવન્ડર કલરની છે અને આ નોટ પર ઐતિહાસિક સ્થળ રાણની વાવનો ફોટો છાપવામાં આવ્યો છે. આ જગ્યાને રાની કી બાવડી પણ કહેવામાં આવે છે. રાણીની વાવ ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત છે. યુનેસ્કોએ 2014માં આ વાવને વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે જાહેર કરી છે. બી મહેશે કહ્યું છે કે નવી નોટ જાહેર કરવા છત્તા જૂના 100 રૂપિયાની નોટ પણ ચાલું રહેશે, તેને પણ લીગલ કરન્સી માનવામાં આવશે. 10 રૂપિયાના સિક્કા રિઝર્વ બેંક માટે માથાનો દુખાવો બની ચૂક્યા છે