અમદાવાદમાં કોરોના મહામારીના કેસનો આંકડો સતત વધતા મહારાષ્ટ્ર જેવી સ્થિતિ થવાના એંધાણ
અમદાવાદ શહેરમાં કોરોના મહામારી એ ફરી રફતાર પકડી લીધી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં હવે આ ચીની બિમારીના કેસ સતત વધી રહ્યા છે. માટે હવે અમદાવાદની પ્રજાએ સાવચેતી રાખવી જરૂરી બની ગઇ છે. કોરોના સામે જીતવા તકેદારીના ભાગ રૂપે તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરી રાખવું જરૂરી છે. નહી તો જો સાવચેતી ન રાખી તો મહારાષ્ટ્ર વાળી થતા કોઇ રોકી શક્શે નહીં. હાલમાં મહારાષ્ટ્રના ગણા વિસ્તારોમાં રાત્રિ કરફ્યૂ ની લાદી દેવાયું છે ત્યાં જ કેટલાક વિસ્તારમાં તો લોકડાઉન (Lockdown) પણ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કોરોના કેસના આંકડા ફરીથી વધતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં 300 બેડ વધારાયા છે. કોરોનાના કેસો વધતા હવે ટોટલ 500 બેડ સિવિલ હોસ્પિટલ કાર્યરત કરાયા છે. કેસ વધતા સાવચેતીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં બેડ વધારવાની ફરજ પડી છે. તબીબો અનુસાર ચૂંટણી અને લગ્ન મેળાવડાના કારણે કોરોના કેસ વધ્યા છે. જો ફરી કેસો વધશે તો 1200 બેડ હોસ્પિટલ કોવિડ કેર તરીકે લેવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કોરોના કેસ વધતા 1200 બેડમાં 500 બેડ ફરીથી કાર્યરત કરાયા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ટ જે.વી. મોદીએ જણાવ્યું છે. અ